SA260

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA260)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હે ખિસ્ત, જે આનંદ ને શાંતિ, હું બહુએ કરતો શોધ,

તે મને તારામાંજ મળી, માનીને તારો બોધ.
ખ્રિસ્ત જ સંતોષ આપે ખચીત, બીજો મળે કયાંથી
છે તેમાં જીવન, આનંદ, પ્રીત, ને શાંતિ સદાની,

સુખ પામવા હું તલપી રહયો,પણ કહેતાં લાગે લાજ,

હું કેવળ સુખને જ શોધતો, નવ શોધતો ઇસુ કાજ.

તૂટેલ ટાંકીમાં સુખનું જળ, બહુ વહેલું થઇ રહયું,

પીતાં જ તે સુકાયું તત્કાળ,ઝાંઝવા સમ જણાયું.

સુખ મટ્યું, તેથી દુઃખ લાગ્યુ, પણ ખ્રિસ્તને માટે નહિ,

પણ ખ્રિસ્તને જોતાં જ દુઃખ ભાગ્યું, સુખ શાંતિ બહુ મળી.