SA231

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA231)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વધસ્તંભ પાસ રાખ મને, પિય પ્રભુ ઇસુ;

જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે છે, તારણ કરવા સૌનું.
ટેક - સ્તંભની માંય સ્તંભની માંય, હૂં હરખાઉ સદા;
જ્યાં લગ મારો આત્મા જાય તુજ પાસ સ્વર્ગી દેશમાં.

હતો ધ્રુજતો સ્તંભની પાસ, પ્રભુ મને મળ્યો;

મુજ પર પ્રેમ રાખીને ખાસ, મને તેં સ્વીકાર્યો.

સ્તંભ પાસે ! પળે પળે મને તું સંભરાવજે,

રોજ તેની છાયા તળે, તું મને ચલાવજે.