SA222

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA222)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રીત કરવા દે, તું માગે છે, મારા મનની સૌ પ્રીતિ;

પ્રેમ તારો મને જીતીને વશ કરે પુરણ રીતિ;
કેમકે કામનો બોજ નવ લાગે, દુ:ખનો ડંખ જાય છે નીકળી;
તુજ પ્રસન્નતા કાજ સૌ વેઠુ કરવાને ઇચ્છા તારી.
ટેક- તુજ પર પ્રેમ છે ઇસુ, લઇ લેજે મન મારુ;
કેવળ તારી કૃપા, સંતુષ્ટ કરશે મને.

પ્રીત કરવા દે, તુ દેખાડજે, મજ કાજ કરેલ તારું કામ;

મારા અલ્પ વિશ્વાસી મનને, દેખાડ સ્તંભનું દુઃખ મહાન;
તારી પ્રીતનું દેજે દર્શન, જેથી મોત નવ ગણ્યું તે;
વેદના વેઠી થયો જયવાન, મને તારવાને લીધે.

પ્રીત કરવા દે, આનંદ વિશેષ, મળે છે પ્રેમ તારાથી;

કેમકે સુખ દુઃખમાં સદાએ, તુજથી મળે છે શાંતિ;
પ્રેમથી સૌ દુઃખ નરમ પડશે, પ્રેમથી ચિંતા થશે દૂર;
પ્રેમ તો પાછળ ચાલનાર થશે, પ્રેમ છે જીતનાર પ્રેમ છે શૂર.