SA219

Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA219)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હે નિષ્કલંક દેવનું હલવાન, તુજ ગમ મારે આવવું પડશે,

તોડજે બંધન, દેજે તારણ, ને પાપ મારાં લઇ લે.
ટેકઃ લઇ લે મુજ સઘળાં પાપ, લઇ લે મુજ સઘળાં પાપ,
મુજ બંધન તોડ ને મુકિત આપ, લઇ લે મુજ સઘળાં પાપ.

તને ચાહે છે મજ આત્મા, છે ભુખ્યો, તરસ્યો તુજ માટે;

શાંતિ કાજ પડું તુજ હાથમાં હાલ મારા પાપ લઇ લે.

સ્વાભાવિક પાપથી છું થાકેલ, હે પ્રભુ, મને છુટકો દે!

મન સાફ કરવાને હવે બોલ, ને મારાં પાપ લઇ લે.

તારા લોહીમાં પડીને, વિશ્ચાસથી ઝાલું છું તને;

પૂરી મુકિત, પૂરી શાંતિ, હાલ મળે છે મને.