SA173

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA173)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રેમ અપારના સાગર હવે મારા પર વહે,

ખ્રિસ્તનું લોહી શુદ્ધ કરે છે ,
અપાર તો છેઆ મુકિત મહાસાગર સમાન;
તે દરેકને સાફ કરવા છે સર્વશકિતમાન,
છે મફત ને ભરપૂર, ને જરા નથી દૂર,
શુદ્ધ થાઓ હાલ જરૂર – પ્રેમ

મારાં ઘણાં પાપને લીધે અતિ લાગે દુ:ખ,

મને કેમ કરી મળે સુખ ?
આંસુઓ પાડું તોએ ધોવાય નહિ ડાઘ;
કામ ક્રોધને વારે વારે મળી રહે છે લાગ,
હું છું પાપનો ગુલામ ને નાલાયક તમામ; પણ તુમાં છે વિશ્રામ - પ્રેમ

પરીક્ષણ ઘણી વારે મને પાડે છે ,

ફતેહ કેવળ તું પમાડે છે, સફાઇના સાગર તીરે મને ધો પ્રભુ; હું તારી મીઠી વાણી હવે સાંભળું, છે તારા પર વિશ્વાસ હું આવ્યો તારી પાસ, તું પૂરી કરશે આશ - પ્રેમ

પૂરી મુકિત પામ્યા વિના કેમ કરી રહેવાય ? હું તો પામું ગમે તેવું થાય ? હું સૌ તજીને પડું છું આ સાગરમાંય; ને ખ્રિસ્તના લોહી થકી મળે છે સફાઇ, ગયાં છે પાપ મારાં, તે બધાં ધોવાયાં, જય જય હાલેલૂયા. !!! - પ્રેમ