SA157

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA157)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સુખ જગનું વીતિ જાએ, ખ્રિસ્ત છે મારો !

પ્રેમ બંધન તૂટી જાએ, ખ્રિસ્ત છે મારો.
અંધારું છે આ રાન, જગમા નથી વિશ્રામ,
ખ્રિસ્ત આપે છે આરામ, ખ્રિસ્ત છે મારો !

મને ન લલચાવો, ખ્રિસ્ત છે મારો !

ખ્રિસ્તમાં હું સદા રહું, ખ્રિસ્ત છે મારો !
જગનું સૌ છે ક્ષણિક, ટકનારૂં છે જરીક.
જા જગ મનમાંથી છેક, ખ્રિસ્ત છે મારો!

દુર હેા રાતનાં સ્વપ્ન, ખ્રિસ્ત છે મારો !

મળ્યું છે ખરું રત્ન, ખ્રિસ્ત છે મારો !
જગને મેં અજમાવ્યું, તોય મન અશાંત રહ્યું,
ઇસુએ તૃપ્ર કર્યુ ખ્રિસ્ત છે મારો !

મોતને કરૂં વિદાય, ખ્રિસ્ત છે મારો !

હોજો સર્વ કાળનો જય, ખ્રિસ્ત છે મારો !
મળજો એ સુંદર દેશ, જયાં શાંતિ છે હંમેશ !
થજો આનંદ વિશેષ ! ખ્રિસ્ત છે મારો !