SA150

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA150)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કોણ છે જે સુતો ગભાણ

ઘેટાંપાળો લાગે પાય

કોણ છે જે વેદના ભરપૂર

અરણ્યે ઉપવાસ કરનાર ?

કોણ કરે છે ચમત્કાર

દુઃખ દર્દને મટાડનાર ?

કોણ છે સ્તંભે લટકેલ

વેદનાથી મૃત્યુ પામેલ ?

કોણ આવ્યો કબરની બા’ર

આત્માનો ઉદ્વાર કરનાર ?

કોણ છે એ રાજ્યાસન પર

રાજ કરે છે અવનિ પર ?