SA151

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA151)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - વધસ્તંભને પલડું છું.
શું ઇસુજ વધસ્તંભ ઊંચકે, સૌ કેમ ન કરે સહાય ?

નો, સૌને કાજ વધસ્તંભ છે, ને મજ કાજ કેમ ન હોય

પવિત્ર વધસ્તંભ ઊંચકીશ, મોત આવે ત્યાં સુધી,

પછી સ્વર્ગે જઇ હું પહેરીશ, તે સુંદર તાજ સ્વર્ગી.

સ્ફટિક ફરસબંધી પરે, ખ્રિસ્તના ઘાયલ પગ પાસ,

ઉતારીશ તાજ હું તે વારે, નામ તેનું સ્તવીશ ખાશ.

રે કિંમતી સ્તંભ ?રે જયનો તાજ ?રે પુનરૂત્થાનના દિન ?

ગગનથી આવો સ્વર્ગી ફોજ, ને લઇ જાવ મજને લીન.