SA135
ટેક - પ્રેમ ઇસુનો છે અવિનાશી, જઇ વળગું હું તેને નિરાશી. | |
૧ | આ ભુતળમાં કો નવ દીઠો, સાગર પ્રેમતણો કો નિવાસી. પ્રેમ. |
૨ | જૂઠા પ્રેમી, જૂઠા રહેમી, અલ્પ સમયના ભૂતળવાસી. પ્રેમ |
૩ | પાપથી મરતાં જેણે બચાવ્યા, અખંડરહ્યો તેનો પ્રેમ વિકાસી. પ્રેમ |
૪ | અવર ન કો દેખું દુનિયામાં, તુજ વિણ પ્રેમ જે ઊઠતો પ્રકાશી. પ્રેમ |
૫ | ધન ધન પ્રિય ઇસુ તુજને, દાસ ઘઇ હું ગાઉં ઉલ્લાસો. પ્રેમ |