SA132

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA132)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - કર ખરી સજ્જ્ન તૈયારી, તારણ સુખ લેવા ભારી.

તવ જશે પ્રાણ કો વારી, કાયા પણ ઘૂળ થનારી.

આંતક તવ છે ચોપાસે, જોતામાં ઝડપી જશે,

પછી ત્યાં તું કહેશે શું ? વિચાર હજુ થશે લાચારી.
-તારણ

કરવાનું તે નવ કીધું પણ વ્યર્થ કામ કર લીઘું,

થશે શિક્ષા તને બહું ત્યાં, સમજ રજ રહ્યાં બીક
-મન ઘારી....તારણ

ઓળખને જો તારાં, ગફલતમાં રે નહિ પ્યારાં,

જરૂર જાશે મહા નાશે, તહાં થાશે ખરાબી તારી.
-તારણ

છે દેવ દયામય મોટો. માફીનો છે શું તોટો ?

ફિકર કર કાં ? પ્રભુ ગમ થા, અરે થા, થા થશે
-સુખ ભારી....તારણ

આવીજા ઇસુ પાસે, શાંતિ તવ દિલમાં થાશે,

પાપ બળશે, મોક્ષ મળશે, સજા ટળશે અંતની તારી
-તારણ સુખ.