SA90

Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA90)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - આવો રે, આવો રે, આવો રે, આવો રે,

આવો અમારી સાથ, સ્વર્ગી દેશની માંય

નિષ્પાપીના દેશ અમે છીએ જનારા,

છે સુખીઆનું ઘર અને પ્રીતિનું રાજ,
જે ઇશ્વરથી દૂર ઓ ભ્રમણ કરનારા,
આવો અમારી સાથે, ઠરાવ બાંધીને આાજ.

તે સુખી દેશમાં નથી પીડા કે નિશ્વાસ,

ત્યાં ન સંભળાય કદી રૂદનનો અવાજ,
ઓ પાપથી લાદેલ, કરો ઇસુ પર વિશ્વાસ,
આવો અમારી સાથ, ઠરાવ બાંધીને આજ.

સૌ જીતનારા માટે છે, મહેલો બહું સુંદર

સરસામાન સહિત, તૈયાર રહેવાને કાજ,
તેના ઘૂમટ ચળકે જાણે સોનેરી મંદિર,
આવો અમારી સાથ ઠરાવ બાંધીને આજ.

રે આગળ ચાલો, ઇસુના શૂર સિપાઇ,

તમારે કાજ તૈયાર છે એક સોનેરી તાજ,
વિશ્વાસુ રહી કરો અંત લગ લડાઇ,
“શાબાશ” કહેશે ઇસુ આપી સદાનું રાજ.