SA81

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA81)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - વધસ્તંભ, વધસ્તંભ, વધસ્તંભની પાસે,

જ્યાં ઈસુએ મારું દુઃખ લઈ લીધું;
મારા અંતઃકરણમાં ઘણું સુખ આવ્યું છે,
હવે રાતદિવસ બહુ ખુશી છું.

મારું મન હતું જડ, ને હું હતો અકકડ,

ને થતો મને નહિ પશ્વાતાપ;
પણ હું ગયો જયારે, વધસ્તંભ પાસ ત્યારે;
ઇસુએ લઇ લીધાં મારાં પાપ.

હું તો પાપી હતો, તેથી લાગ્યો અચંબો,

કે ઇસુ મને કેમ કરે માફ !
પણ આ વાત છે ખરી, ને મને છે ખાત્રી,
કે ખ્રિસ્તે મારું મન કીધું સાફ.

હવે મટયું છે દુઃખ, અને આવ્યું છે સુખ,

ને તૂટી છે શેતાનની યુકિત;
કેમકે મારે લીધે ઇસુએ મરીને,
આપી છે મને પૂરી મુકિત.