SA69

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA69)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અવનિ પર કોણ જન્મ્યો, અંધારી રાતે અવનિ પર કોણ જન્મ્યો

તારો એ કયાં જઇ થંભે ? અંધારી રાતે તારોએ કયાં જઇ થંભે ?

મધરાતે સીમમાં ભરવાડો જાગે, પ્યારા એ ઘેટાંની સંભાળ રાખે,

આભે ત્યાં તેજ ચમકે.........અંધારી રાતે.

હતો આનંદે સંગીત ગાએ, પરમ ઊંચામાં મહિમા થાએ,

તારક તમારો જન્મ્યો.........અંધારી રાતે.

માગી જનો આ શોધે રે કોને, પૂર્વ દીશામાં તારો એ જેને,

ગભાણે રાજન ઝૂલે.........અંધારી રાતે.

ચાલો દર્શન ઇસુ રાજાના, અપર્ણ લઇ લો તન-મન-ધનના

વાટ જુએ રે, આજે.........અંધારી રાતે.