SA57

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA57)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - તારા સિવાય કોણ મારો ખ્રિસ્ત મસિહા

સંસાર કિનારે ઉતારી તારજે નૈયા.

મોહે ભરેલી દુનિયા મજને ભમાવે છે,

પાપે ભરેલી દુનિયા મજને ડૂબાડે છે,
તારા સિવાય કોણ મારો પાપ હરૈયા.....સંસાર.

સારા વિચારો મજના શેતાન બગાડે,

સૌ મેલી તાલાવેલી અંતરમાં જગાડે,
નહિ તુજ વિના તર્ક સુધારક મસિહા...સંસાર

સંસારના સૌ લાભો શાંતિ ન પમાડે,

સંસારના કુમાર્ગો મજ દુઃખ ન મટાડે,
નહિ તુજ વિના શાંતિદાતા ખ્રિસ્ત મસિહા...સંસાર

મુજ દેહનાં સૌ કામો બહું જોર ચલાવે,

વિવિધ રૂપો ધારી આશાઓ બતાવે,
મજ જિંદગીની આશ ખરી તુજ મસિહા...સંસાર

વિકરાળ મોરચાઓ ચોમેર જમાવે,

સંહાર રિપુ કરવા અનલ પ્રજાળે,
હવે આવી તારણદાર બચાવોને મસિહા...સંસાર

થઇ ઢાલ મારી પ્રભુ તું, મુજને બચાવે,

બંધન બધાં તું તોડી સુપંથે ચલાવે.
તારા વિના છે કોણ બીજો પ્યારો મસિહા...સંસાર