SA19

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA19)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જેના ઘરે ઝૂલતા હાથી, હજારો લાખ હતા સાથી;

તેઓને ખાઇ ગઇ માટી, તું ખુશ થઇ નિંદ્રા કેમ લે છે ?

નગારૂ કૂચનું વાગે, કે વાજું મોતનું વાગે;

જેમ શ્રાવણ મેઘલા ગાજે, તું ખુશ થઇ નિંદ્રા કેમ લે છે?

જેના ઘરે પાલખી ઘોડા, જરી જર ચમકતા જોડા;

તેઓને હાલ મોતે તેડયા, તું ખુશ થઇ નિંદ્રા કેમ લે છે?

હમણાં જાગીને ઊઠ પાપી, ઇસુના હાથથી લે માફી;

તને તારવા તે છે સાથી, તું ખુશ થઇ નિંદ્રા કેમ લે છે?