SA13

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA13)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આ જગત અજાયબ સ્ટેશન છે, જ્યાં રેલ ચાલે દિન રાતે;

આ ગાડીમાં જવું છે તારે, એક પણ ક્ષણમાં તે આવશે .

કંઇ વાર નથી બાંધો સામાન, જુઓ હાલમાં ઘંટ વાગે છે!

આ જગ મૂકી તે દેશમાં જાય, તે ફરી કદી નહિ આવશે

રે સ્વર્ગની ટિકિટ લઇ લો ભાઇ, સૌ પાપનો પસ્તાવો કરીને;

ઇસુ પર વિશ્વાસ રાખે જે, તે સ્વર્ગ મધ્યે જઇ પહોંચશે.

રે પાપ રૂપ સામાન રાખશો નહિ, ગાડીમાં નહિ લેવાશે;

પણ પાપ મૂકીને જે આવે, તેનાથી ત્યાં જવાશે