317

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૧૭ - પ્રાર્થના કરવા વિષે

૩૧૭ - પ્રાર્થના કરવા વિષે
પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, નિત પ્રાર્થ કરો;
પ્રાર્થ કરો દિનરાત તમો, નહિ થાક ધરો;
ગાન કરો સત્શાસ્ત્ર ભણો, અતિ ભાવ થકી;
પ્રાર્થ કરો તમ પ્રાર્થ કરો, નિશદિન નકી.
પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, બહુ જીત થશે;
પ્રાર્થ તણા સત્શસ્ત્ર વડે, અરિ દૂર ખસે;
પ્રાર્થ કરો વિશ્વાસ થકી, સહુ દુ:ખ જશે;
પ્રાર્થ કરો દિનરાત તમો, સત સુખ થશે.
પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો દુર્બુદ્ધ જશે,
પ્રાર્થ વડે મળતા બળથી, મન શુદ્ધ થશે;
પ્રાર્થ કરો નિત જાગૃત રહી, નહિ થાક ધરો;
ખ્રિસ્ત તણી શુભ સેવ કરી, ભવ પાર તરો.
પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, સહુ ભ્રાન્ત ટળે;
પાપ ટળે, મન શાંત વળે, શુભ ત્રાણ મળે;
દાસ કહે તમ પ્રાર્થ તણો, નિત શ્વાસ ધરો;
જીવનના સહુ દિવસમાં, નિત પ્રાર્થ કરો.

Phonetic English

317 - Praarthana Karva Vishe
1 Praarth karo sahu Khristi jano, nit praarth karo;
Praarth karo dinaraat tamo, nahi thaak dharo;
Gaan karo satshaastr bhano, ati bhaav thaki;
Praarth karo tam praarth karo, nishadin naki.
2 Praarth karo sahu Khristi jano, bahu jeet thashe;
Praarth tana satshastra vade, ari door khase;
Praarth karo vishvaas thaki, sahu dukh jashe;
Praarth karo dinaaraat tamo, sat sukh thashe.
3 Praarth karo sahu Khristi jano durbuddh jashe,
Praarth vade malata balathi, man shuddh thashe;
Praarth karo nit jaagrut rahi, nahi thaak dharo;
Khrist tani shubh sev kari, bhav paar taro.
4 Praarth karo sahu Khristi jano, sahu bhraant tale;
Paap tale, man shaant vale, shubh traan male;
Daas kahe tam praarth tano, nit shvaas dharo;
Jeevanana sahu divasamaa, nit praarth karo.

Image

 

Image

 

Media - Traditional Tune - Visheshak Chhand , Sung By Lerryson Wilson Christy

Media - Visheshak Chhand - Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. Manu Bhai Rathod