Open main menu
Home
Random
Log in
Settings
About Bhajan Sangrah
Disclaimers
Bhajan Sangrah
Search
14
Language
Watch
Edit
Revision as of 22:41, 15 July 2013 by
117.198.165.113
(
talk
)
(
diff
)
← Older revision
|
Latest revision
(
diff
) |
Newer revision →
(
diff
)
૧૪ - ઈશ્વરસ્તુતિ
૧૪ - ઈશ્વરસ્તુતિ (રાગ : ભીમપલાસ) કર્તા : જે. એસ. પ્રકાશ ટેક: હે યહોવા, તુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર, મુજ પર તારી પ્રીતિ અપાર. ૧ ગઢ મજબૂત અને કિલ્લો મારો, હે પ્રભુ, તું છે તારણહારો, શત્રુ સૈન્યથી નમુજને બચાવે, સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે. ૨ મૃત્યુબંધન ધેરે મુજને, દુષ્ટનાં મોજાં ડરાવો મુજને, સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે, આકાશનામી નીચે ઊતરજે. ૩ તારી પ્રસન્નતા મનમાં રાખું, ન્યાયીપણાનું ફળ હું ચાખું, અંતરની પ્રભુ શુદ્ધિ માગે, શુદ્ધ જનો તુજ દર્શન પામે. ૪ તારા વિધિઓ સન્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાળું, દુ:ખી જનને ખચીત બચીત બચાવે, ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. ૫ તું છે, યહોવા, દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો, તુજ તેજે સહુ તિમિર હેઠે છે, તુજ ક્રુપાએ વિજય મળે છે.