૩૭ - સંધ્યાકાળ

૩૭ - સંધ્યાકાળ
"At even ere the sun was set"
Tune: Angelus or Beethoven, I.M.
કર્તા : કેનન હેનરી ટ્રવેલ્સ, ૧૯૨૩-૧૯૦૦
અનુ. : રોબર્ટ વોર્ડ
સંધ્યાકાળે, પ્રભુ, તુજ પાસ, માંદાઓ બહુ એકઠાં થયાં;
વેઠેલું દુ:ખ, જાત જાતનો ત્રાસ, કેવો આનંદ પામી ગયાં !
ફરી સાંજે શોધીએ તુજ સહાય, લઈને સૌ નિરનિરાળા દુ:ખ;
મુખ તારું જો કે ન દેખાય, નિશ્વે લાગે તું છે સન્મુખ.
રે ત્રાતા ખ્રિસ્ત, પીડા, હઠાવ, છે માંદા કોઈ, ને કોઈ ઉદાસ
ઘણે ન જાણ્યો પ્રીતિભાવ, કે કોઈએ પ્રેમ ખોયો છે ખાસ.
સઘળાં ઈચ્છે પૂરો આરામ, અને પાપથી થવા નિર્મળ;
જે જે ચાહે તુજ સેવાકામ, સમજે અંતરાનાં પાપનું બળ.
ઓ ત્રાતા ખ્રિસ્ત, તેં માનવ થઈ, વેઠ્યાં સંકટ ને શોક અપાર;
શરમથી ઘા ઢાંકે જો કોઈ, તુજ પ્રેમદષ્ટિ જુએ આરપાર.
તુજ સ્પર્શ પરાક્રમી આજ પણ, નિષ્ફળ ન જય વચન કોવાર;
આ શાંત સાંજે અરજી તું સુણ ! દયા રાખી અમોને તાર !

Phonetic English

37 - Sanadhyaakal
"At even ere the sun was set"
Tune: Angelus or Beethoven, I.M.
Kartaa : Kenan Henri Travels, 1923-1900
Anu. : Robert Ward
1 Sanadhyaakale, prabhu, tuj paas, mandao bahu aekatha thaya;
Vethelu dukh, jaat jaatno traas, kevo aanand paami gaya !
2 Phari saanje shodhiae tuj sahaay, laine sau nirnirala dukh;
Mukh taaru jo ke na dekhaay, nikshwe laage tu che sanmukh.
3 Re traata Khrist, pida, hathaav, che manda koi, ne koi udaas
Ghane na jaanyo pritibhaav, ke koiae prem khoyo che khaas.
4 Saghala ichchhe pooro aaraam, ane paapthi the nirmal;
Je je chaahe tuj sevakaam, samaje antarana paapnu bal.
5 O trata Khrist, te maanav thai, vethya sanakat ne shok apaar;
Sharamathi gha thanke jo koi, tuj premadrashti juae aarapaar.
6 Tuj sparsh paraakrami aaj pan, nishphad na jay vachan kovar;
Aa shaant saanje araji tu sun ! Daya raakhi amone taar !

Image

 

Hymn Tune : Angelus- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Angelus - Sung By Lerryson Wilson Christy



Hymn Tune :Beethoven L.M.- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Beethoven L.M. - Sung By Lerryson Wilson Christy