195

Revision as of 15:05, 25 September 2019 by LerrysonChristy (talk | contribs)

૧૯૫ - મહામૂલનું મોતી

૧૯૫ - મહામૂલનું મોતી
(રાગ: મુખડાની માયા લાગી રે)
ભીમપલાસ
કર્તા: એન. જે. જયેશ
ટેક: મોતીડું મળ્યું છે અમને રે, મહામૂલ વાળું,
એ તો પ્રભુ ઈસુ તારું રે, છે નામ પ્યારું.
આકાશે, પાતાળ માંહે, ભૂતળે ભાળોને ક્યાંયે,
એનું એ અજબ ન્યારું રે, છે નામ પ્યારું. મોતીડું.
લાખો દૂત જેની સામે, પાય જેના શીશ નામે,
મધુર મધુર પ્યારું રે, છે નામ પ્યારું. મોતીડું.
એ તો એક નામ એવું, શ્રેષ્ઠ જાણે બામ જેવું,
રૂઝ ઝટ લાવનારું રે, છે નામ પ્યારું. મોતીડું.
દુ:ખના વંટોળિયામાં, રોગના આ ખોળિયામાં,
આનંદ પમાડનારું રે, છે નામ પ્યારું. મોતીડું.
છોને વાદળાં ઘેરાયે, ધોર ઘોર છો જણાયે,
ત્યાં ચમકાવનરું, છે નામ પ્યારું. મોતીડું.
મોજાં છોને છોળો મારે, વાવાઝોડાં બીવડાવે,
સર્વ એ શમાવનારું રે, છે નામ પ્યારું. મોતીડું.
લગની લાગી છે જેને, પ્રભુના નામની એને,
હ્રદે સ્વર્ગ લાવનારું રે, છે નામ પ્યારું. મોતીડું.

Phonetic English

195 - Mahaamoolanu Moti
(Raag: Mukhadaani Maayaa Laagi Re)
Bhimpalaas
Kartaa: N. J. Jayesh
Tek: Motidu malyu che amne re, mahaamool vaadu,
Ae to prabhu Isu taaru re, che naam pyaaru.
1 Aakaashe, paataal maahe, bhutade bhaadone kyaaye,
Aenu ae ajab nyaaru re, che naam pyaaru. Motidu.
2 Laakho doot jeni saame, paay jenaa shish naame,
Madhur madhur pyaaru re, che naam pyaaru. Motidu.
3 Ae to ek naam aevu, shreshth jaane baam jevu,
Roojh jhat laavanaaru re, che naam pyaaru. Motidu.
4 Dukhnaa vantodiyaamaa, rognaa aa khodiyaamaa,
Aanand pamaadanaaru re, che naam pyaaru. Motidu.
5 Chone vaadalaa gheraaye, dhor ghor cho janaaye,
Tyaa chamakaavanaru, che naam pyaaru. Motidu.
6 Mojaa chone chodo maare, vaavaajhodaa bivadaave,
Sarv ae shamaavanaaru re, che naam pyaaru. Motidu.
7 Lagani laagi che jene, prabhunaa naamni aene,
Hrude swarg laavanaaru re, che naam pyaaru. Motidu.

Image

 

Media - Composition By : Late Mr. ManuBhai Rathod