11
૧૧ – જય જનરંજન
ટેક : |
જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી. |
૧ | અશરણને શરણાગતિદાયક પ્રભુ ઈસુ જગરાઈ. |
૨ | અલખ, અગોચર, અંતરયામી નરતન દેહ ધરાવી. |
૩ | અદ્ભુત મહિમા જગને બતાવ્યો ભૂમિ નિવાસે આવી. |
૪ | પાપનિવારક, દુષ્ટ-વિદારક, સંતોના સદા સહાયી. |
૫ | ઉદધિ સમાન પ્રેમ તમારી જે મધ્યે જગત સમાઈ. |
૬ | જાણી અધમજન, હે પ્રભુ, દેજો બિંદુ સમાન જ કાંઈ. |