SA53

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - સૂણ સમરૂની નારી, વિનંતી મારી, પાણી પાને તું;

રે વિનંતી મારી, જૂએ શું ધારી, થાઉં આભારી - પાણીપાને તું.

પાણી પાને ઉતાવળ કરને, તરસ લાગી છે બહુ,

શિષ્યો મારા ખાવા લેવાને, શહેરમાં ગયા છે સહુ રે,
શું ઊભી વિચારી, કરને તૈયારી, ગાગર ભર તારી,
-પાણી પાને તું.

વિચાર કરને તું તારા દિલમાં, દારા બોલી છે તહીં,

યહુદી સમરૂની લોકોની સાથે, વહેવાર રાખે નહિ રે;
હું મનમાં સંતાપું, સાંચું કહું બાપુ, પાણી કેમ આપું ?
-પાણી પાને તું.

પ્રભુએ ઉત્તર આપતાં કહૃયું, સાંભળ મારી વાત,

જીવનનું પાણી જાણત તુ મુંજને, માગત તું સાક્ષાત રે;
જાણત જીવનનો ત્રાતા, જગતનો કર્તા મુકિતનો દાતા
-પાણી પાને તું.

જાણ્યો હવે તુજને મેં તો ? મિથ્યા બકે છે વાત,

અમારો કુવો ઊંડો ઘણો છે, દોરી લોટો નથી સાથ રે;
કયાંથી આપત તું પાણી ? નકામી વાણી, બની છું શાણી
-પાણી પાને તું.

જે કોઇ પીએ આ પાણીને, તૃષા કદી ન છીપાય,

જીવનનું પાણી જેને આપીશ હું, તૃષિત તે નવ થાય રે;
વહેશે જીવનની ધારા, સેવકમાં માર, સાંભળ તું દારા
-પાણી પાને તું.

દારા બોલી નમન કરીને આનંદી મનમાં થઇ,

તે જળ સ્વામી આપો મનેતો, ભરવાઆવું નહિ અહીં રે;
અમે જીવન જળ પીએ, રહેમમાં રહીએ, આશિષ દઇએ.
-પાણી પાને તું.

પ્રગટ થયો ત્યાં મસિહા પોતે, ભેદ બતાવ્યો સહુ,

શુભ સંદેશો સુણી સ્વામિથી, આનંદ પામી એ બહુ રે;
બની જ્ઞાનમાં ઘેલી, પ્રભુની ચેલી, સમરૂની પેલી
-પાણી પાને તું.