SA51

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - ઇશ્વરનો અવતાર રે તારવા આવીયો.
તમોને સભંળાવું રે, સારો સમાચાર;

પ્રભુ ઇસુ સૈા પાપીઓને, તારશે જો.

વધસ્તંભે ઇસુ, સઘળા કાજ મુઓ;

પાપ તમારાં તે તો સૈા લઇ લેશે જો.

હે પૃથ્વીના લોકો રે સઘળા સાંભળો;

ઇસુ વિના તો નથી કોઇ તારનાર જો.

મોટા પહાડ સમાન તો હતાં પાપ મારાં;

માફ કીધાં છે સઘળાં તે ઇસુએ જો.

ઇસુની પાસે જે પાપી આવે છે;

તેનો તે અંગીકાર નિશ્વે કરે જો.