SA501

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
હું જાઉ છું, જાઉ છું, ઇસુને જોવા.
આકાશ છે એક સુંદર નગર, છે દેવ પોતે તેનું અજવાળ,

ત્યાં સૌ રહે છે દુઃખ પામ્યા વગર, ને આનંદ કરે છે સર્વકાળ.

ત્યાં ફરી મરણ નથી થનાર, ત્યાં એક અને વિલાપ નહિ થાય,

ત્યાં ઇસુ છે પોતે રાજ કરનાર, ત્યાં દેવની સ્તુતિ બધા ગાય.

તે નગરનો દરેક રહેવાસી, લડ્યો ઇસુ કાજ જગતમાં,

પણ હાલ પહેરી મુગટ આકાશી, વગાડે છે વીણા સદા.

ઇસુએ બચાવેલાં સગાં, માતપિતા છોકરાંને ભાઈ બેન,

કરશે આવકાર સત્કાર તે શહેરમાં, વિજોગી નહિ થશે કો દિન.