SA481

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
આવો સિપાઇઓને થાવ મદદગાર,

ઇસુને માટે કરો સ્વનકાર.
નમૂનો બહુ વાર,છે આપ્યો તારનાર,
આવો સિપાઇઓ સૌ થાવ મદદગાર.

પંચમાના મોટા ને સૌ આગેવાન,

બધાંની પાસેથી ઉઘરાવો દાન,
આ વાર્ષિક પ્રસંગ છે ખરો ઊમંગ,
ને ટાર્ગેટ મેળવાને મારો છલાંગ,

ફોજના હિતેચ્છુ કરો હરિફાઇ,

દુઃખિતના લાભમાં દો પૈસો કે પાઇ;
આપો પ્રભુને માન,દો ખુશીથી દાન,
દેશેદેશ મુકિત ફોજ બચાવે જાન,

દુઃખિતને દિલાસો.ગરીબને સહાય,

માંદાની સારવાર.કરે છે સદાય,
આ મહા મોટી ફોજ.તજીને સૌ મોજ,
પરમાર્થ કરવાને શ્રમ કરે રોજ.

ભણાવે બાળોને ઉધમ વિશેષ,

નુકશાનથી બચાવવા કરે કોશિષ
માટે મિત્રો,દાતાર,સહાય કરો આવાર,
આપો,અપાવો,કરો સ્વનકાર.