SA479
Jump to navigation
Jump to search
રાગ : દોહરો. યુદ્વનો (કરાર) સૂણો મારી સાક્ષી રે, સૂણો કબૂલાત, | |
૧ | ઇશ્વર કૃપાથી મને. મળ્યું મુકિત દાન. પિતા પુત્ર આત્માને. હું આપું છું માન. |
૨ | ઇશ્વર મારો છે પિતા. ઇસુ મારો રાય, ગુરૂ મારો શુદ્ધ આત્મા. કરે મારી સહાય. |
૩ | ત્રિએક ઇશ્વર મહિમાવાન. તે પર છે સૌ પી્રત. સેવાને આજ્ઞાનું માન. હું તો કરીશ નિત. |
૪ | ખ્રિસ્તે આ ફોજ મુકિતને. કીધી છે ઉત્પન્ન. તેમાં સેવિશ રોજ અને. લાવીશ બીજા જન. |
૫ | ખરો છે તેનો ઉપદેશ હું માનું છું સહી. તેને વળગી રહું હંમેશ. વિશ્વાસુ થઇ. |
૬ | આ પવિત્ર યુદ્ધમાં અર્પિને તન મન. ફેલાવું હું શુદ્ધતા. આ મુકિત પૂરણ. |
૭ | સર્વ કેફી વસ્તુને. સુદ્ધાં અશુદ્ધ કામ. ગાળો ને જૂઠાણાંને. તજુ છું તમામ. |
૮ | બાળક, સ્ત્રી કે બીજો કોઇ. હોય મજ તાબેદાર. તેમનો ન કરું અન્યાય. પણ હું કરીશ પ્યાર. |
૯ | સૌને મુકિત પમાડવા. હું કરીશ કોશિશ. માનીશ આ ફોજની આજ્ઞા. પહેરીશ સૈન્યવેશ. |
૧૦ | કાયદા મુજબ અમલદાર. મને આજ્ઞા દે. તો થઇને મદદગાર. ઝટ માનીશ તેને. |