SA478

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
રાગ : પ્રભુએ મુકિત માર્ગમાં નિત્ય ચલાવો
મેં જે મૂર્તિ ભકિત કીધી તે છે મારી ભૂલ.

માટે હવે ઈસુ ખ્રિસ્તને કરું છું કબૂલ.

ખોટી ચાલથી અલગ રહીશ, ચાલીશ નીતિથીજ.

તજી દારૂ. અફીણ ગાંજો. બધી કેફી ચીજ.

ફોજની સભામાં આવવાને રોજ કરીશ કોશિશ.

અને ફોજને મદદ આપીશ ખુશીથી હંમેશ.

મુકિત ફોજને બહું ચાહું છું ખરો તેનો ધર્મ,

મુકિત માર્ગ તે બતાવે. ઈસુ ખ્રિસ્તનો માર્ગ.

જય જય પ્રભુ જય જય ઈસુ જય જય ખરો દેવ,

હવેથી હું તને જ ભજી કરીશ તારી સેવા.