SA453
Jump to navigation
Jump to search
રાગ: લાગી બાળપણાની પ્રીત | |
ટેક : આવી આવી નૂતન સાલ વધાવો પ્રેમથી રે, હરખો મોટાં નાનાં બાળ વધાવો પ્રેમથી રે. |
|
૧ | દિલડાં ઉમંગે ઉભરાય,નવલો દિવસ આ ઉજવાય, આનંદ આજ અનેરો થાય, અંતર પ્રેમથી રે . |
૨ | આવો પ્રભુ મંદિરમાંય,સંગે રે જો અમ સાથ સદાય, સ્તુતિ હરનિશ તુજ ગવાય, ભજીએ પ્રેમથી રે. |
૩ | રિઘ્ધિ-સિઘ્ધ જગમાં થાય,સુખે સૌ જનથી રહેવાય, પ્રાર્થ પ્રભુજી અંતરમાંય, સ્વીકારો પ્રેમથી રે. |
૪ | ગત વર્ષોમાં કીધી સા’ય,ઉપકાર તુજના ન વિસરાય, પ્રેમ તારો નહિ વર્ણાય, આભારી હું ઘણો રે. |
૫ | જીવન નવીન કરોને આજ, કરીએ સેવા કેરાં કાજ, અંતે પામીએ સ્વર્ગી રાજ, તારા પ્રેમથી રે. |