SA441
Jump to navigation
Jump to search
(રાગ : મારા પ્રાણ પ્રિય ઇસુ) ટેક: મારો પ્રિય ઇસુનાથ, જન્મ્યો પતિતોને માટે, | |
૧ | સ્વર્ગી સુખને મહીમા મૂકી થયો તે બહુ લીન; માનવ પાપનિવારણ અર્થે જન્મ્યો નાતાલ દિન, મારો. |
૨ | પોઢેલો છે ગભાણ માંહે દેવ તણો એ સુત; સ્વર્ગી દૂતો ગીતો ગાએ, મસીહ છે અદ્ભુત, મારો. |
૩ | માગી લોક ઉમંગે આવ્યા દર્શન કરવા માટ; બાળરાયને અર્પણ અર્પી પ્રણમે ભલીભાત, મારો. |
૪ | પાપ તણો અનુતાપ કરીને વિશ્વાસ રાખો, ભ્રાત; ત્રાતા ઇસુ ખ્રિસ્ત ખરેખર તારે માનવ જાત, મારો. |
૫ | હૃદયરૂપી અર્પણ આજે માગે ઇસુ નાથ; મનની માંહે ગાદી સ્થાપી રહેવા સદા સાથ,મારો. |
૬ | નાતાલ કેરા શુભ પ્રસંગે ખ્રિસ્તી મિત્રો ઇષ્ટ; હર્ષિત સાદે સઘળા બોલો,"જય,જય ઇસુ ખ્રિસ્ત." મારો |