SA402
Jump to navigation
Jump to search
૧ | ઇશ્વરનું કામ તો માર્મિક છે, કરે છે ચમત્કાર, સમુદ્ર પર પગ મૂકે તે, આંધી પર થાએ સ્વાર. |
૨ | તેના વિચાર સાગરનો માંય, મધ્યે તેનું ઊંડાણ, તે ઉત્તમ યોજના કરતો જાય, તેનો ઇચ્છા પ્રમાણ. |
૩ | ઓ ભયભીત સંતો બળવાન થાવ, જે મેઘથી થાય અંધકાર, તે વરસો ભરાવશે તળાવ, ને કરશે ખેત ફળદાર. |
૪ | ન કરો,પ્રભુ દેવનો ન્યાય, તમો અલ્પ બુદ્ધિથી. સંતાડે આશિષ દુઃખો માંય, કે લાભ દે પ્રીતિથી, |
૫ | તેના ઠરાવ પ્રમાણે નિત,વાત બનતી જાએ છે. અંકુર તો કડવો હોય ખચીત, પણ સુંદર ફૂલ થાય છે. |
૬ | વિશ્વાસ વિનાના ભૂલે છેજ, તે સમજી ન શકે, ખુલાસો ખ્રિસ્ત કરે પોતેજ,લોક ચાહે તેમ બોલે. |