SA391
Jump to navigation
Jump to search
૧ | હે ઇશ્વર મારા બાપ હું ભટકું છું, સ્વધાનથી દૂર અંધારા માંય, શિખવ મને કે મનથી કહું, તુજ ઇચ્છા થાવ ! |
૨ | જે મને બહુ પ્રિય હશે, તેનો ભાગ કરવા તું કહે, આધીન થાઉં, એ તારું છે, તુજ ઇચ્છા થાવ ! |
૩ | જે મિત્ર જીવથી વ્હાલો હોય, તે મરણથી વિયોગી થાય, તોય તારી ગમ જોઇશ સદાય, તુજ ઇચ્છા થાવ ! |
૪ | જો રોગથી ઉંમર ટૂંકી થાય, ને મારું તન ઘણું પીદાય, તો પિતા કરજે મારી સહાય, તુજ ઇચ્છા થાવ ! |
૫ | જો મારા નિર્ગત મન મધ્યે, તારો શુદ્વ આત્મા ઘર કરે, તો મારી સૌ ચિતા મટે, તુજ ઇચ્છા થાવ ! |
૬ | મજ ઇચ્છા કર જેવી તારી, ઇચ્છાતારી સાથ મેળવી, કે સદા કહું ખુશીથી, “તુજ ઇચ્છા થાવ” ! |