SA38

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
મને પાપની બુદ્વિએ ઘેર્યો જયારે,

ગયો પિતા પાસે માગ્યો ભાગ ત્યારે;
કહ્યું હે પિતા, આપજો ભાગ મારો,
હવે હું થયો જાણીતો તન તમારો.

સૂણી વાકય મારું લાગ્યું દુઃખ ભારી,

આપી દુઃખની સાથ તો પૂંજી મારી;
ગયો દેશ પરદેશમાં હું નઠારો,
હવે હું થયો જાણીતો તન તમારો.

બઘું દ્રવ્ય ખર્ચ્યુ કુમાર્ગે તમારું,

કૃમિત્રો મળ્યાથી ફૂટયું ભાગ્ય મારું;
થયા સર્વ શત્રુ ઊઠયો દિન મારો,
હવે હું થયો જાણીતો તન તમારો.

અરે ! દુઃખના ડુંગરોમાં દટાયો,

ખરા સુખના લાભને મેં ગુમાવ્યો;
થયો ભૂંડચારૂ બાંઘ્યો દુઃખભારો
હવે હું થયો જાણીતો તન તમારો.