SA376
Jump to navigation
Jump to search
૧ | જો પણ ફુલ તણી શોભા બહુ આજ જણાશે, તો પણ જોતામાં કાલે, કરમી સહુ જાશે; |
૨ | જોબનકાળ ઘણો દીપે, તાજા બળ સાયે; સર્વ પ્રસંગે હર્ષ કરે, નહિ દુઃખલે માયે; |
૩ | મિત્રોની તો પ્રીતિ ખરી, હોશે બહુ વા’લાં, તોય કદાય અદ્રશ્ય થશે, દીશે મન ઠાલાં; |
૪ | સૃષ્ટિ વિકારે, ફુલ ખરે, ને જોબન જાશે, ચંદ્ર ઘટે, શુભ સૂર્ય નમે, ને સિંધુ ફરાશે; |