SA262
Jump to navigation
Jump to search
૧ | તેના પ્રેમ વિશે ફેર ગાઇશું તેની પ્રીત સદા છે અવિકાર; અર્પિત હલવાનના લોહી વિષે ગીતો ગાઇએ સૌ વારંવાર. |
૨ | જેટલા હાલ ઝરામાં કરે સ્નાન, તેટલાં સૌ પામે મનની સફાઇ; ખ્રિસ્તના પુનથી મળે છે આ દાન, પૂરી મુકિત વિશ્વાસે પમાય. |
૩ | અમને હાલ થાએ છે બહુ ઉમંગ, તેની મહા મોટી પ્રીતિ ચાખી; પણ રહીશું જ્યારે ઇસુ સંગ, ત્યારે આનંદ શું રહે બાકી! |
૪ | માટે ચાલુ રાખીશું આ યુદ્ધ, જ્યા સુધી કે મળે છેલ્લો જય; સ્વર્ગે મળશે જેટલાં મનમાં શુદ્ધ, અને પામીશું આનંદ અક્ષય. |
૫ | ફોજની ઊંચી ચઢાવો ધજા, પૂરી મુકિતનો કરો પ્રચાર; ખ્રિસ્તની આગળ ન લાગે લજ્જા, ને શાબાશ ! તમને કે`શે તારનાર. |