SA254

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
એક ફરજ છે મારી, ખ્રિસ્તનો કરવા મહિમા,

મજ અમર આત્માને તારી, સ્વર્ગ માટ તૈયાર કરવા.

લોકની કરવી સેવા એ તેડું પૂરું થાય,

ને કરવા પ્રભુની ઇચ્છા, મજથી તન, મન,અર્પાય.

હું કરું બહું સંભાળ, તું ચાહે તેમ ચાલું,

કે ઇન્સાફે ન લાગે ફાળ, નિર્ભય હિસાબ આલું.

સદા હું જાગ્રત રહું, તું મને કરજે સહાય,

જો હું વિશ્વાસઘાત કરું તો, નક્કી મજ વિનાશ થાય.