SA206
Jump to navigation
Jump to search
૧ | ઇસુ, હું તો સઘળું મૂકી, વધસ્તંભ ઉઠાવું છું; ઠઠ્ઠા દુઃખ ને સંકટ વેઠી, તારી પાછળ ચાલીશ હું. |
ટેક : તારા પગલામાં હું ચાલીસ; મારે બદલે મૂઓ તું; ને જો સઘળાં તને છોડે, હું તો રહીશ વિશ્ચાસુ. | |
૨ | ને જો જગત ઠઠ્ઠા કરશે, એમજ તને પણ થયું; જગના લોકો જૂઠ્ઠા નીકળે, સદા સાચો રહે છે તું. |
૩ | જ્યાં સુધી તું પ્રસન્ન રહે છે, બુદ્ધિ બળ ને પ્રેમના નાથ, શત્રુ છો મને ધિકકારે, ફિકર નહિ,તું છે મજ સાથ. |
૪ | માટે જ્યારે સંકટ આવે, તારાથી પામીશ આરામ; જ્યારે શેતાન મને પારખે, વિશ્ચાસે હું ધરીશ હામ. |
Media