SA201

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક : અરપું તુજને મુજ તન,મન,ધન,મુજ જીવન લે,મુજ જીવન લે.
તુજ સ્તંભ પ્રભુ,મુજ ખાંધ ધરું,

તવ સેવા તણા પથમાં સંચરું,
ડગ પાછું નહિ કો'કાળે ભરું
મુજ જીવન લે,મુજ જીવન લે.

બહુ સંકટ ને તોફાન નડે,

બહુ આપદાથી વધુ શુર ચઢે,
ભલે શિર કદી ધરવું જ પડે,
મુજ જીવન લે, મુજ જીવન લે.

3 તવ રાજ્ય તણી ઝૂંબેશ મહી,

સદા સેવા મહીં ઝૂંકાવું સહી,
યાહોમ કરી પડું પાછો નહી,
મુજ જીવન લે,મુજ જીવન લે.

જગ પાળક, તારક, સ્વામી મારા,

સહુ સોંપી દઉં મમ, પ્રભુ પ્યારા,
ધરું મસ્તક હું ચરણે તમારા
મુજ જીવન લે, મુજ જીવન લે.