SA192

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક :- પ્રભુ આવો તમે મારી જીવન વાડીમાં,

જીવન વાડીમાં મારી જીવન વાડીમાં.

આ વાડી બનાવી લીલી, એ વિવિધ રંગે ખીલી,

માંહે સુંદર રોપાયા રોપ, - મારી જીવન વાડીમાં

પાણીની નીકો વાળી, જૂઓને ઇસુ માળી,

એ પાય જીવનનું પાણી, - ‌મારી જીવન વાડીમાં.

માંહે જ્ઞાન ગુલાબી ગોટા અને નીતિ સાગના સોટા,

માંહે ભકિતમાર્ગ છે મોટા, - મારી જીવન વાડીમાં.

સારાં ફળો જે આપે, વાડીમા ઝાડ તે રાખે,

કડવા વેલાઓ કાપે, - મારી જીવન વાડીમાં.