SA182
Jump to navigation
Jump to search
ટેક - ઇસુજી તારવાને્ શકિતમાન, દે મને પૂર્ણ મુકિતદાન. | |
૧ | હું તારી મોટી કૃપાને પારખું, તેની છે ઘણી જરૂર; લોહીના ઝરામાં ડૂબકી મારી, પ્રીતે થાઉં ભરપૂર રે, |
૨ | તારા ચહેરાનો પ્રકાશ પાડી, અશાંત મન શાંત કર; હદયમાંથી શત્રુ કાઢી તેને, બનાવ તારું ઘર રે. |
૩ | તારી ઈચ્છા મનથી કરૂં, હે મારા પ્રીતિવાન દેવ; તારાં વચનો ખંતથી પાળું, સત્યે કરું તારી સેવ રે. |
૪ | ઇસુ તારો સાદ સંભળાય છે, હદયમાં લાગે આગ; તારો આત્મા સાક્ષી પૂરે છે, ધોવાયા સઘળા ડાઘ રે. |