SA15
Jump to navigation
Jump to search
ટેક - ઘેર વળો, રે ઘેર વળો, સહુ જે ભટકેલાં, ઘેર વળો, તમ જે જગમા ખાધા દુઃખ ઠેલા | |
૧ | કાં ઘર મૂકી તો હમણાં, તમ દૂર ફરો છો! દોષ તણું જેમ દુ:ખ વધે, તેમ કાજ કરો છો. |
૨ | ઇસુ તો બોલાવ્યા કરે, બહુ પ્રેમ કરીને; મોત સહ્યું નિજ પ્રેમ થકી, વધસ્ત્ંભ ધરીને. |
૩ | આત્માનો ઘાંટો પણ છે, સામર્થ્ય ભરેલો; પ્રેમ થકી તે બોધ કરે, હમણાં ફર વ્હેલો. |
૪ | મુકિત ફોજ પણ આવ કહી, બહુ આશ જણાવે; કાજ તમારે પ્રાર્થના કરે, કે ઇસુ બચાવે. |
૫ | માફ ન થાએ મોત પછી ન પછી ફરવાનું; આ જગના દિન અલ્પ ધણા એમાં તરવાનું. |