SA133

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - મીઠી મીઠી તે પ્રીત મેં ચાખી છે,

મારા પ્રભુ ઇસુની પ્રીત, પ્રીત મેં ચાખી છે.

ગળી ગળી તે તો સાકર જેવી, મને કર્યો છે આનંદિત-પ્રીત.
તેની પ્રીતિ તો છે અમૃત જેવી, મારું ઠારે કલેજું નિત-પ્રીત.
મારી રુચિને તે બહું ભાવે છે. તેણે ચોર્યું છે મારૂં ચિત્ત-પ્રીત.
મારા હૈયામાં તેનો વાસો છે એતો પામી છે હું પર જીત-પ્રીત.
મને સુખી તે ઘણો રાખે છે, એવું સુખ ના આપે વિત્ત-પ્રીત.
એની પ્રીતિ મધુરી છે ભારી, હું તો પ્રીતિનાં ગાઉં ગીત-પ્રીત.