SA131
Jump to navigation
Jump to search
મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ઘામ. | |
૧ | સ્વરની શોભા હું શી કહું રે એ તો દિવ્ય અનુપમ ઠામ -મારો. |
૨ | ત્યાં તો દુઃખ પીડા નહિ રોગ છે રે, આઘી વ્યાઘિનું નહિ નામ. -મારો. |
૩ | આંખો આંસુ નહિ વહેવડાવશે રે.ચકને મળશે ત્યાં આરામ -મારો |
૪ | સ્વર્ગની જ્યોતિ ઇસુ પ્રભુ રે. ત્યાં તો ભાણ તણું નહિ કામ. -મારો. |
૫ | તો ભેટ થશે પિતા તણી રે, જેને જોવાની છે હામ. -મારો. |
૬ | લાખો દૂતો ત્યાં તો ભેટશે રે, રટતા ઇસુ કેરુ નામ. -મારો. |
૭ | વહાલાં માતપિતા ને બાળકો રે, સૌને જોઇશું તે સુખઘામ -મારો. |
૮ | પાપી જગમાં હમણાં વાસ છે રે, એ તો નિસાસાનુ ઠામ. -મારો. |
૯ | અમે સ્વર્ગ ભણી ચક રાખીએ રે, એ તો આત્માનો આરામ. -મારો. |
૧૦ | અમને મોત નહિ ગભરાવશે રે, પ્રભુએ કાઢયો ડંખ તમામ. -મારો. |