487
Jump to navigation
Jump to search
૪૮૭ - પ્રભુ ઈસુ માટે બાળસેવા
૧ | સહુ છીએ આપણે નાનાં બાળ, નિરુપાય, નબળાં ને કંગાળ; |
શું કરી શકીએ ઈસુ માટ, જે મોટો, મહિમાવંત સાક્ષાત ? | |
૨ | ઈસુના બાળને શિરે રોજ ઘણો છે ઉપાડવાનો બોજ; |
યુદ્ધ છે કરવાનું પાપની સાથ, એ બધું છે ત્રાતાને માટ. | |
૩ | ગુસ્સા ને ગર્વના વિચાર ઊઠે છે જ્યારે દિલ મોઝાર, |
જીભ ઉપર આવે સખત વાત ને આંખો કરે અશ્રુપાત. | |
૪ | ત્યારે તે દાબીએ વિચાર, સુવાક્યનો કરીએ ઉચ્ચાર; |
વદીએ જીભે મીઠી વાત, તે સર્વ કરીએ પ્રભુ માટ. | |
૫ | પ્રેમાળુ તથા હસતું મુખ બધાંને આપે ઘણું સુખ; |
મોં ઉપર દેખોએ ચળકાટ, આ બધું કરીએ ઈસુ માટ. | |
૬ | હોય નાનું અથવા મોટું બાળ, સ્તંભ ઊંચકવો જોઈએ સહુકાળ; |
સ્તુતિ ને પ્રીતિનાં જે કામ તે કરી શકે ઈસુ નામ. |
Phonetic English
1 | Sahu chheeye aapane naanaan baal, nirupaay, nabalaan ne kangaal; |
Shun kari shakeeye Isu maat, je moto, mahimaavant saakshaat ? | |
2 | Isuna baalane shire roj ghano chhe upaadavaano boj; |
Yuddh chhe karavaanun paapani saath, e badhun chhe traataane maat. | |
3 | Gussa ne garvana vichaar oothe chhe jyaare dil mojhaar, |
Jeebh upar aave sakhat vaat ne aankho kare ashrupaat. | |
4 | Tyaare te daabeeye vichaar, suvaakyano kareeye uchchaar; |
Vadeeye jeebhe meethi vaat, te sarv kareeye Prabhu maat. | |
5 | Premaalu tatha hasatun mukh badhaanne aape ghanun sukh; |
Mon upar dekhoe chalakaat, aa badhun kareeye Isu maat. | |
6 | Hoy naanun athava motun baal, stambh oonchakavo joeeye sahukaal; |
Stuti ne preetinaan je kaam te kari shake Isu naam. |
Image
Media - Hymn Tune : Alstone - Sung By Mr.Nilesh Earnest