441
Jump to navigation
Jump to search
૪૪૧ - બાપ્તિસ્મા
"તેઓ તેની પાસે બાળકો લાવ્યા." | |
કર્તા : વિલ્યમ રોબર્ટસન, ૧૮૨૦-૬૪ | |
અનુ. : એમ. વી. મેકવાન | |
૧ | બન્યો બાળ નાનો ઈસુ ખ્રિસ્ત ત્રાતા, |
મહા નામ જેનું દૂતો ગીત ગાતા ! | |
હતો ગૌરવી દેવ જે સ્વર્ગનો તે | |
થયો બાળનો મિત્ર એ પૂર્ણ પ્રીતે ! | |
૨ | પ્રભુને પિછાને સહુ માટ આવ્યો, |
અને સ્વર્ગથી શુભ સંદેશ લાવ્યો : | |
"સહુ બાળ દો આવવા મુજ પાસે, | |
નકી રાજ સ્વર્ગી શિશુ કેરું થાશે." | |
૩ | અમે બાળ લાવ્યા, પ્રભુ, તુજ નામે, |
થવા વારિ સંસ્કારના શુભ કામે. | |
પ્રભુ, દે કૃપા રક્ષ આ બાળ તારાં, | |
અને સ્નાન દે દિવ્ય આત્માથી તારા. | |
૪ | કરે સર્વ બાળો દૂતો જેમ સેવા, |
પ્રભુ રક્ષજે તું તણે માર્ગ રે'વા. | |
સહુ બાળને આપ આશિષ સારા, | |
ધરી નામ તેઓ તણાં હસ્ત તારા. | |
૫ | સ્તુતિ ગાય પ્રત્યેક આ બાળ તારી, |
સહુ સ્વર્ગનાં સૈન્યની સાથ સારી. | |
પિતા, પુત્ર ને આત્મા શુદ્ધ સ્વામી, | |
સદા ધન્ય ! ત્રિધન્ય હો ! સ્વર્ગધામી. |
Phonetic English
"Teo Teni Paase Baalako Laavya." | |
Karta : William Robertson, 1820-64 | |
Anu. : M. V. Mekvan | |
1 | Banyo baal naano Isu Khrist traata, |
Maha naam jenun dooto geet gaata ! | |
Hato gauravi dev je svargano te | |
Thayo baalano mitra e poorn preete ! | |
2 | Prabhune pichhaane sahu maat aavyo, |
Ane svargathi shubh sandesh laavyo : | |
"Sahu baal do aavava muj paase, | |
Naki raaj svargi shishu kerun thaashe." | |
3 | Ame baal laavya, Prabhu, tuj naame, |
Thava vaari sanskaarana shubh kaame. | |
Prabhu, de krapa raksh aa baal taaraan, | |
Ane snaan de divya aatmaathi taara. | |
4 | Kare sarv baalo dooto jem seva, |
Prabhu rakshaje tun tane maarg re'va. | |
Sahu baalane aap aashish saara, | |
Dhari naam teo tanaan hast taara. | |
5 | Stuti gaay pratyek aa baal taari, |
Sahu svarganaan sainyani saath saari. | |
Pita, putr ne aatma shuddh svaami, | |
Sada dhanya ! Tridhanya ho ! Svargadhaami. |
Image
Media - Hymn Tune : Morning Hymn
Media - Hymn Tune : Alstone - Sung By Mr. Nilesh Earnest