400
Jump to navigation
Jump to search
૪૦૦ - હોડી હંકારો
કર્તા: ગેર્શોમ એસ. દાસ | ||
૧ | હોડી હંકારો, નાવિક, મારી, જવું છે પેલે પાર આશા તમારી | |
....હોડી. | ||
૨ | આણી પેરનું નહિ ધામ અમારું, પેલી મેરનું ખરું સુખ દેનારું | |
....હોડી. | ||
૩ | ઝોલાં ખાએ છે નાવ અતિ હ્યાં, માર્ગ સૂઝે નહિ મારે જવું કયાં | |
....હોડી. | ||
૪ | હળવે હંકારો પાર ઉતારો, જળે સતાવે પવન ધુતારો | |
....હોડી. | ||
૫ | જળચર પ્રાણી જળમાં વસે છે, દેખી મુજ નાવ તે સામે ધસે છે | |
....હોડી. | ||
૬ | ખડકો અતિ મહીં છૂપા રહ્યા છે, કંઈક નાવોના ત્યાં ભૂકા થયા છે | |
....હોડી. | ||
૭ | નાવિક ખરો પ્રભુ ઈસુ તું મારો, ભવસાગરમાં દો સૌને સહારો | |
....હોડી. |
Phonetic English
Kartaa: Gershom S. Das | ||
1 | Hodi hankaaro, naavik, maari, javu che pele paar aasha tamaari | |
....Hodi. | ||
2 | Aani peranu nahi dhaam amaaru, peli meranu kharu sukh denaaru | |
....Hodi. | ||
3 | Zolaa khaae che naav ati hyaa, maarg suze nahi maare javu kya | |
....Hodi. | ||
4 | Hadve hankaaro paar utaaro, jale sataave pavan dhutaaro | |
....Hodi. | ||
5 | Jalachar praani jalma vase che, dekhi muj naav te saame dhase che | |
....Hodi. | ||
6 | Khadako ati mahi chupa rahya che, kaink naavonaa tyaa bhooka thaya che | |
....Hodi. | ||
7 | Naavik kharo prabhu Isu tu maaro, bhavasaagarmaa do saune sahaaro | |
....Hodi. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Kalavati
Chords
G F C F G ૧ હોડી હંકારો, નાવિક, મારી, જવું છે પેલે પાર આશા તમારી ....હોડી. G C F G C F G ૨ આણી પેરનું નહિ ધામ અમારું, પેલી મેરનું ખરું સુખ દેનારું C G ....હોડી.