306
Jump to navigation
Jump to search
૩૦૬ - ખ્રિસ્તની આરાધના
૧ | અમો આવિયાં આજ સૌ ખ્રિસ્ત નામે, અમો આવિયાં તો ઈસુને વિરામે; |
અમે સેવ ત્રાતા તણી આજ કીધી, અને દેવ દાતા તણી વાત લીધી. | |
૨ | અમારાં બધાં પાપ તો માન્ય કીધાં, અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં; |
સદા શુદ્ધ આત્મા હવે, ખ્રિસ્ત્ત, દેજો, અને દર્દ સંધાં ઈસુ ખ્રિસ્ત, લેજો. | |
૩ | અમે જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો, દઈ શુદ્ધ બુદ્ધિ; |
પછી મોતનું તેડું તો જ્યાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે. | |
૪ | અમો તો તમોથી ખરું સુખ લૈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું; |
તમો છો અમારા ખરા પાળનારા, તમોને મૂકીને અમો ના જનારા. |
Phonetic English
1 | Amo aaviyaan aaj sai Khrist naame, amo aaviyaan to Isune viraame; |
Ame sev traata tani aaj keedhi, ane dev daata tani vaat leedhi. | |
2 | Amaaraan badhaan paap to maanya keedhaan, ane Khrist deve badhaan bhoonsi deedhaan; |
Sada shuddh aatma have, Khristt, dejo, ane dard sandhaan idu Khrist, lejo. | |
3 | Ame jeeviye bhootale tyaan ja sudhi, tamo paas rahejo, dai shuddh buddhi; |
Pachhi motanun tedun to jyaar aave, amone tamo paas te tyaar laave. | |
4 | Amo to tamothi kharun sukh laishun, ane sarvakaale tamo paas raheeshun; |
Tamo chho amaara khara paalanaara, tamone mookeene amo na janaara. |
Image
Media - Composition By : Late Mr. Manu Bhai Rathod , Raag : Bhoopali