256

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર

૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર
ભાઈ, મને ભાગ્યે મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર.
તન, મન, ધન, મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર.
મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોઝાર.
સ્વર્ગ છોડી પ્રભુ જગમાં આવ્યા ટાળવા કલંક કેરો ભાર.
પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર.
જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર.
કહે વિશ્વાસી, ગુરુગુણ ગાઈ ઈસુનો બોલો જયકાર.

Phonetic English

256 - Isu Guru Taarahnahaar
1 Bhai, mane bhaagye malya chhe Isu guru taarahnahaar.
2 Tan, man, dhan, maara prabhune arpu, teni jaau balihaar.
3 Muj paapeenu taarahn karava aavya jag mojhaar.
4 Svarg chhodi prabhu jagama aavya taahdava kalank kero bhaar.
5 Paapi jagane dekhi dayaahde anek keedha upakaar.
6 Je jan aash Isu par raakhe te paamashe uddhaar.
7 Kahe vishvaasi, guruguhn gaai Isuno bolo jaykaar.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Kalavati - Sung By C.Vanveer