214
૨૧૪ - પવિત્રાત્મા, આવ
"Come, Holy Ghost, our souls inspire" | |
Tune: | Veni Creator |
અંગ્રેજી અનુ : | જોન કોસીન, ૧૫૯૫-૧૬૭૨ |
અનુ.: | રામભાઈ કલ્યાણભાઈ |
૧ | હે સૃષ્ટિસ્થાપક આત્મા, આવ, અમોમાં તારો વાસો લાવ; |
અમારાં મન કર તુજ ઘર, સ્વર્ગીય કૃપા એમાં ભર. | |
૨ | તું તો સંબોધક આત્મા જે, પરાત્પર દેવનું દાન તે; |
તું જીવતું જળ, તું અગ્નિ, પ્રેમ, તું આત્મિક અભિષેક તેમ. | |
૩ | તું સાત બક્ષિસ આપનાર, તું દેવની આંગળી જોરદાર; |
તું બાપનું વચન સદા છે, બોલવાની અમને શક્તિ દે. | |
૪ | અમ મનોમાં પ્રકાશ કર, ને તારો પ્રેમ અમોમાં ભર; |
દૂર કર સૌ દૈહિક નબળાઈ, બળવાન કર અમોને સદાય. | |
૫ | તું શત્રુઓને દૂર હઠાડ, અમોને શાંતિ તું પમાડ; |
અગ્રેસર થઈ અમોને દોર, તો ભૂંડાનું નહિ ચાલે જોર. | |
૬ | અમને દે જાણવા બાપને આજ, ને પુત્રને જે મહારાજ; |
તું આત્મા બન્નેનો ખરો, તને માનિયે, એવું કરો. | |
૭ | સૌ માન આપો બાપને આજ, ઉત્થાન પામેલા સુતને તાજ; |
શુદ્ધાત્માની પણ સ્તુતિ ગાઓ, ત્રિએક દેવનો મહિમા થાઓ. |
Phonetic English
"Come, Holy Ghost, our souls inspire" | |
Tune: | Veni Creator |
Angreji Anu : | Jon Kosin, 1595-1672 |
Anu.: | Raambhai Kalyaanbhai |
1 | He srushtisthaapak aatma, aav, amoma taaro vaaso laav; |
Amaara man kar tuj ghar, svargeey krupa ema bhar. | |
2 | Tu to sambodhak aatma je, paraatpar devanu daan te; |
Tu jeevatu jahd, tu agni, prem, tu aatmik abhishek tem. | |
3 | Tu saat bakshis aapanaar, tu devani aangali joradaar; |
Tu baapanu vachan sada chhe, bolvaani amne shakti de. | |
4 | Am manoma prakaash kar, ne taaro prem amoma bhar; |
Door kar sau daihik nabahdai, balavaan kar amone sadaay. | |
5 | Tu shatruoone door hathaad, amone shaanti tu pamaad; |
Agresar thai amone dor, to bhoondaanu nahi chaale jor. | |
6 | Amane de jaahnava baapne aaj, ne putrane je mahaaraaj; |
Tu aatma banneno kharo, tane maaniye, evu karo. | |
7 | Sau maan aapo baapne aaj, utthaan paamela sutane taaj; |
Shuddhaatmaani pan stuti gaao, triek devano mahima thaao. |
Image
Media - Hymn Tune : Veni Creator (Mechlin)
Media - Hymn Tune : Veni Creator ( Dykes )