473

From Bhajan Sangrah
Revision as of 14:54, 22 April 2016 by LerrysonChristy (talk | contribs)
Jump to navigation Jump to search

૪૭૩ - પ્રાર્થના

૪૭૩ - પ્રાર્થના
દોહરા
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
જુવાનીના કાળમાં, ઈશ્વર, રે' મુજ પાસ;
સર્વ વિષયો દુષ્ટના તું કર પૂરો નાશ.
જુવાનીમાં તું તણી મુજથી સેવ કરાય,
મોત લગી નિભાવતાં તારો બોધ મનાય.
કાં કે મુજબે દુષ્ટ તો લલચાવે દિન રાત,
સતને નિત્ય દબાવતાં કરવા મારો ઘાત;
પણ, હે ઈસુ નાથ, તું અનાથનો થા નાથ,
વેરીને વણસાડવા કરજે લાંબો હાથ.
કાં કે તુંથી દુષ્ટ તો પામે પૂરો ત્રાસ,
માટે રે' મુજ પાસ તું સેવ કરું જગવાસ.
પ્રૌઢ અને જુવાનને વૈરીથી છોડાવ,
તારા સર્વ હુકમો મારી પાસ પળાવ.

Phonetic English

473 - Praarthana
Dohara
Karta: Thomabhai Pathabhai
1 Juvaaneena kaalamaan, Ishvar, re' muj paas;
Sarv vishayo dushtana tun kar pooro naash.
Juvaaneemaan tun tani mujathi sev karaay,
Mot lagi nibhaavataan taaro bodh manaay.
2 Kaan ke mujabe dusht to lalachaave din raat,
Satane nity dabaavataan karava maaro ghaat;
Pan, he Isu naath, tun anaathano tha naath,
Vereene vanasaadava karaje laanbo haath.
3 Kaan ke tunthi dusht to paame pooro traas,
Maate re' muj paas tun sev karun jagavaas.
Praudh ane juvaanane vaireethi chhodaav,
Taara sarv hukamo maari paas palaav.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel


Media - Composition By : Late Mr. Johnson Daniel