|
છંદ : સવૈયા એકત્રીસા
|
|
કર્તા: સુરેન્દ્ર આસ્થાવાદી
|
|
૧
|
શા માટે શ્રમ વ્યર્થ કરો છો ? કેમ ઉઠાવો, પાપી, બોજ ?
|
|
ખ્રિસ્ત ઈસુની પાસે આવો, વિશ્રાંતિ મળશે દરરોજ.
|
|
પાપી જનનાં પાપ ટળે ને, થાક્યા જન આરામ,
|
|
બંદીજનને મુક્તિ દેવા, ખ્રિસ્તે ત્યાગ્યું સ્વર્ગી ધામ.
|
|
૨
|
પતિતજનોનાં પાપ હઠાવા, દુ:ખ સહીને પામ્યા મોત,
|
|
જીવન દેવા રક્ત વહવ્યું, પ્રગટી તેથી જીવન-જ્યોત.
|
|
" શરણ ગ્રહી લો ખ્રિસ્ત ઈસુનું પાપો, બોજા કરશે દૂર,
|
|
તિમિર તમારું ફેડી દઈને જીવનનું ચમકાવે નૂર."
|
|
૩
|
વચને, કર્મે ને વિચારે, સર્વ મનુષ્યે કીધાં પાપ;
|
|
વિશ્વાસુ થઈ ખ્રિસ્ત ઈસુમાં પસ્તાવાથી ટળશે શ્રાપ.
|
|
દિલડાંનું પરિવર્તન કરશો તો તો હૈયાં થાશે સાફ;
|
|
વિશ્વાસુ ને પ્રેમી પ્રભુજી, પાપ તમારાં કરશે માફ.
|